gwssb

પાણી પુરવઠો

ગુજરાતમાં વારંવારના દુષ્કાળ, ઓછા વરસાદ તથા વિયોજીત વહેંચણીના કારણે પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. રાજ્યનો લગભગ બે તૃતિયાંશ હિસ્સો પાણીની ઉપલબ્ધિ અથવા પાણીની ગુણવત્તાની સમસ્યાનો સામનો કરે છે. જમીન પર ઉપલબ્ધ પાણીના ટકાઉ સ્ત્રોત આધારિત પાણી પુરવઠાનું માળખુ તૈયાર કરી આ સમસ્યાના લાંબા ગાળાના નિવારણ પર રાજ્ય સરકારે પોતાનું ધ્યાન કેન્દ્રીત કરેલ છે. આ માટે જુદા જુદા કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની રચના કરી તેનો અમલ કરવામાં આવેલ છે, જેની ટૂંકમાં વિગતો નીચે મુજબ છે. :

પાણી પુરવઠા યોજનાની પ્રવૃત્તિઓ ત્રણ સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવે છે. (૧) ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્ય્વસ્થા બોર્ડ (જીડબલ્યુએસએસબી) (૨) ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ (જીડબલ્યુ‍આઇએલ) (૩) વોટર સપ્લાય એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન (વાસ્મો)

ગ્રામ્ય પાણી પુરવઠા કાર્યક્રમઃ

ગ્રામ્ય પાણી પુરવઠા કાર્યક્રનો મૂળ ઉદ્દેશ હેન્ડ પંપ, વ્યક્તિગત પાણી પુરવઠા યોજના, વિભાગીય/જૂથ પાણી પુરવઠા યોજના, વિદ્યુત કે સૂર્ય શક્તિ આધારિત મીની પાઇપ કાર્યક્રમ, આંતરિક વહેંચણી આધારિત પાણી પુરવઠા યોજના, ભૂગર્ભ જળસ્ત્રોતના પુનઃ ભરણ તથા વરસાદી પાણીના ટાંકા જેવા જુદા જુદા સાધનો દ્વારા ગુજરાત રાજ્યના સામાન્ય‍, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના લોકોને પીવા તથા રોજીંદી ઘરેલુ પ્રવૃત્તિ માટે નિયમિત, સ્વચ્છ અને પૂરતુ પાણી પૂરૂ પાડવાનો છે.

વધુ વાંચો

શહેરી પાણી પુરવઠા

શહેરી વિકાસ વિભાગ (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મીશન) દ્વારાશહેરી પાણી પુરવઠા યોજના હેઠળ ૨૩ શહેરો માટે પાણી પુરવઠો પહોંચાડવાની કામગીરી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યયવસ્થા બોર્ડને  સોંપેલ જે કામગીરી હાથ ધરી, તે  પૈકી ૫ (પાંચ) યોજનાઓના કામ પૂર્ણ થઇ યોજનાઓ કાર્યરત કરવામાં આવેલ છે.

વધુ વાંચો

Related topics

નવા સમાચારો

Vibrant GujaratDigital LockerChief Electoral OfficerGujarat Water Infrastructure Limited (GWIL)Water and Sanitation Management Organization (WASMO)Gandhiji is 150th Birth Anniversary