gwssb

ગ્રામ્ય પાણી પુરવઠા કાર્યક્રમ

ગ્રામ્ય પાણી પુરવઠા કાર્યક્રનો મૂળ ઉદ્દેશ હેન્ડપંપ, વ્યક્તિગત પાણી પુરવઠા યોજના, વિભાગીય/જૂથ પાણી પુરવઠા યોજના, વિદ્યુત કે સૂર્ય શક્તિ આધારિત મીની પાઇપ યોજના કાર્યક્રમ, આંતરિક વહેંચણી આધારિત પાણી પુરવઠા યોજના, ભૂગર્ભ જળસ્રોતના પુનઃભરણ તથા વરસાદી પાણીના ટાંકા જેવા જુદા જુદા સાધનો દ્વારા ગુજરાત રાજ્યના સામાન્ય , અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના લોકોને પીવા તથા રોજીંદી ઘરેલુ પ્રવૃત્તિ માટે નિયમિત, સ્વસચ્છ અને પૂરતુ પાણી પૂરૂ પાડવાનો છે. હાલમાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજના ૧૦૦ લીટીર દૈનિક પ્રતિ વ્યકિતના ધોરણે તૈયાર કરવામાં આવે છે જેમાં પશુધન માટેની પાણીની જરૂરિયાતનો પણ સમાવેશ થાય છે.

અનુ.શિર્ષક વિગત
૧.
વ્યક્તિગત પાણી પુરવઠા યોજના વ્યક્તિગત પાણી પુરવઠા યોજના એવા ગામ તથા ફળીયા માટે તૈયાર કરવામાં આવે છે જ્યાં સ્થાનિક જળ સ્ત્રોતમાંથી પૂરતુ પાણી ઉપલબ્ધ હોય. યોજના તૈયાર થયા બાદ તેમજ તેના સફળતાપૂર્વક અમલીકરણ બાદ તેના સંચાલન તથા મરામત-નિભાવણી માટે ગ્રામ પંચાયતને સોંપવામાં આવે છે.
૨.
વિભાગીય/જૂથ પાણી પુરવઠા યોજના જ્યાં સ્થાનનિક પેયજળ સ્ત્રોત દ્વારા પૂરતુ પાણી ઉપલબ્ધજ હોતુ નથી અથવા પાણી પીવાલાયક હોતુ નથી તેવા કિસ્સામાં એક કરતા વધુ ગામો માટે વિભાગીય/જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા પૂરતુ અને પીવાલાયક પાણી પૂરૂ પાડવામાં આવે છે. આવી સ્થિતિમાં દૂરના જળસ્ત્રોતમાંથી પાણી લાવવુ પડે છે. વિભાગીય/જૂથ પાણી પુરવઠા યોજના "ગ્રામ્ય પાણી પુરવઠા કાર્યક્રમ” હેઠળ આવરી લેવાયેલ છે, જે વિશ્વસનીય જળસ્ત્રોત જેવાકે ટ્યુબવેલ (ભૂગર્ભ જળસ્ત્રોત) કે જમીન પરના જળસ્ત્રોત (નદી પરના બંધ કે નર્મદાના પાણી) પર આધારિત છે.
૩.
વિદ્યુત કે સૂર્ય શક્તિ આધારિત મીની પાઇપ કાર્યક્રમ આ કાર્યક્રમ હેઠળ વિદ્યુત આધારિત / સૂર્ય શક્તિ આધારિત પંપ દ્વારા પાણી પૂરુ પાડવામાં આવે છે. આવા ગામો તથા ફળીયામાં ૧૬૫ મીમી વ્યાસના બોરમાં સીંગલ ફેઝનો પંપ ઉતારી પાતાળકૂવા દ્વારા પાણી મેળવવામાં આવે છે.
૪.
આદિવાસી વિસ્તારો માટેની ગ્રામ્ય પાણી પુરવઠા યોજના રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તાેરોમાં પાણી પૂરુ પાડવાની યોજના પણ છે. આવા વિસ્તાનરોમાં પીવાના પાણીની સગવડ માટે જૂથ પાણી પુરવઠા યોજના, વ્યક્તિગત કે મીની પાઇપ પાણી પુરવઠા યોજના / હેન્ડ પંપનું આયોજન કરવામાં આવેલ છે.
૫.
અનુસૂચિત જાતિ માટેની ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અનુસૂચિત જાતિ માટે પણ પીવાલાયક પાણીની સગવડ જુદી જુદી પાણી પુરવઠા યોજના દ્વારા કરવામાં આવેલ છે.
૬.
સરદાર સરોવર કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર લીમીટેડને અમલીકરણ માટેની એજન્સી તરીકે સાથે લઇ સરદાર સરોવર કેનાલ આધારિત પીવાના પાણી માટે પાણી પુરવઠા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર લીમીટેડ દ્વારા વિરાટ પાણીની પાઇપલાઇનો નાખી નર્મદા કેનાલના ઓફ-ટેક પોઇન્ટથી પાણીની અછતવાળા વિસ્તારમાં વિશાળ જથ્થામાં પાણી પૂરૂ પાડવામાં આવે છે. ત્યારબાદ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ટ્રાન્સમીશન બલ્ક‍ લાઇનથી ગ્રામ્ય સ્તર સુધી દ્વારા આ પાણીનો જથ્થો વિતરીત કરી પહોંચાડવામાં આવે છે.
૭ .
લોકફાળા આધારિત પાણી પુરવઠા યોજના ગ્રામ્ય વિસ્તારો માટે સ્થાનિક જળસ્ત્રોત કે જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા પાણી મળી રહે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમાન વહેંચણીના હેતુસર, પાઇપલાઇન તથા અન્ય ભાગોના આયોજન, અમલીકરણ, વ્યવસ્થાપન, સંચાલન તથા મરામત-નિભાવણી માટે વિકેન્દ્રીકરણની વિભાવના અપનાવવામાં આવેલ છે. સરકાર દ્વારા સ્વજલધારા અને સેક્ટર રીફોર્મ (રાજ્ય) કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં અંદાજીત રકમની ૯૦ ટકા રકમ સરકારી સહાય તરીકે અને બાકીની ૧૦ ટકા રકમ લાભાર્થી દ્વારા ભોગવવામાં આવે છે. આ યોજનાનું અમલીકરણ વાસ્મો દ્વારા એજન્સી તરીકે તથા લોકોના સહકાર અને પાણી સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનું અમલીકરણ "વોટસન” દ્વારા જીલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવે છે.

કેન્દ્ર સરકારશ્રી દ્વારા પ્રાયોજિત યોજનાઓ

અનુ.શિર્ષક વિગત
૧.
રાષ્ટ્રીય ગ્રામ્ય પેયજળ કાર્યક્રમ (એનઆરડીડબલ્યુપી) – સાધારણ આ કાર્યક્રમ હેઠળ અંશતઃ પાણી પુરવઠો મેળવતા અથવા ખરાબ ગુણવત્તાવાળા ફળીયાઓને પીવાનું પાણી પૂરુ પાડવામાં આવે છે. તે અન્વયે, પાણી પુરવઠાની સ્‍થીરતા જાળવણી તેમજ સંચાલન અને મારામત/જાળવણી જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા ગ્રામ્ય વસ્તી માટે ઓછામાં આોછુ ૫૫ એલપીસીડી પાણીની જરૂરિયાતનું ધોરણ આંકવામાં આવેલ છે. આ ફળીયાઓને વિવિધ ગ્રામ્ય પાણી પુરવઠા યોજના, વ્યક્તિગત પાણી પુરવઠા યોજના અથવા નાના પાયા પરની પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવાનું ધ્યેય છે, જેમાં ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા ૫૦-૫૦ ટકા નાણાંકિય જોગવાઇ રાખવામાં આવેલ છે.
૨.
રણ વિકાસ કાર્યક્રમ (ડીડીપી) ગુજરાતના ૬ (છ) જીલ્લા (બનાસકાંઠા, જામનગર, કચ્છ, પાટણ, રાજકોટ અને સુરેન્દ્રનગર) ના કુલ ૫૨ (બાવન) તાલુકા આ કાર્યક્રમ હેઠળ આવે છે, જે પૈકી બે રાજ્યો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. આ જીલ્લાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણ અનુક્રમે, ૧૦.૨૧ ટકા અને ૧.૪૫ ટકા છે. આવા વિસ્તારોને વિવિધ ગ્રામ્ય પાણી પુરવઠા યોજના હેઠળ સઘન પ્રયાસોથી આવરી લેવા ખાસ કાળજી લેવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ જુદા જુદા સરહદી આઉટ પોસ્ટ માટે પણ પાણી પુરવઠાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભારત સરકાર દ્વારા ૧૦૦ ટકા નાણાંકિય જોગવાઇ રાખવામાં આવેલ છે.
૩.
ગુણવત્તા નિયંત્રણ અને દેખરેખ (ડબલ્યુંક્યૂએમએસ) આ કાર્યક્રમ હેઠળ વાસ્મો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તીઓ માટે ભારત સરકાર દ્વારા ફંડ ફાળવવામાં આવે છે. કુલ ફાળવણીના ૩ ટકા આ પ્રભાગ માટે અંકિત કરવામાં આવેલ છે. ગુજરાતમાં, ગુજરાત જલસેવા તાલિમ સંસ્થા દ્વારા પાણીના નમૂનાઓ એકત્રિત કરી તેના જૈવિક અને રાસાયણિક પરિમાણોનું પરિક્ષણ કરવાની કામગીરી કરવામાં આવે છે, જ્યારે વાસ્મો દ્વારા ફીલ્ડ ટેસ્ટ કીટ દ્વારા નમૂનાઓનું પરિક્ષણ અને તેને લગતી તાલિમની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમાં ૧૦૦ ટકા નાણાંકિય જોગવાઇ ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ છે.
૪.
પાણીની સાચવણી અને પાણીના વ્યયનો અટકાવ પાણી પુરવઠા વિભાગ હેઠળ, માહિતીપ્રસાર, શૈક્ષણિક અને સંચાર ની પ્રવૃત્તિઓ જરૂરિયાત અનુસાર હાથ ધરવામાં આવે છે. પાણીના કરકસરયુક્ત ઉપયોગ, પાણીની સાચવણી, વરસાદી પાણીનો સંગ્રહ અને ભૂગર્ભ જળ રીચાર્જ તથા પાણી રિસાયક્લિંગ પ્રવૃત્તિઓ માટે જાગરૂકતાની કામગીરી કરવામાં આવે છે. જેમાં ૧૦૦ ટકા નાણાંકિય જોગવાઇ ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

Related topics

નવા સમાચારો

Vibrant Gujarat Digital LockerChief Electoral OfficerGujarat Water Infrastructure Limited (GWIL)Water and Sanitation Management Organization (WASMO)Gandhijis 150th Birth Anniversary