gwssb

કચ્‍છ જિલ્લાની સુધારણા પાણી પુરવઠા યોજનાઓ

કચ્છ જીલ્લો

આગામી ઉનાળાની સીઝનમાં કચ્‍છમાં સંભવીત પાણીની મુશ્‍કેલીને ધ્‍યાને લઇને, રાજય સરકારશ્રીના પાણી પુરવઠા વિભાગ દ્વારા સમયબધ્‍ધ અને સ્‍વયંભૂ પગલાં લેવામાં આવેલ છે. તેમાં સમાવિષ્‍ઠ છે :

  • કચ્છની પાણી માટેની જીવાદોરી સમગ્રપણે ખીરાઇ પંપીંગ સ્‍ટેશન પર આધારિત છે જેને આશરે ૧૫ વર્ષ જૂનું થઇ જતાં, તે નિષ્‍ફળ જવાના સંજોગોમાં અતિદૂષ્‍કર પરીણામો આવી શકે. તે ધ્‍યાને લઇને આ જૂની પંપીંગ મશીનરી બદલી, નવી બેસાડવા માટે ઝડપી અને યથાયોગ્‍ય નિર્ણય લેવામાં આવેલ. આ નવી પંપીંગ મશીનરી બેસાડી ચાલુ કરતાં આ પુરવઠાતંત્રની આધારભૂતતામાં વધારો થવા સાથે સાથે પાણીના પંપીંગની ક્ષમતા પણ ૨૨૦ એમએલડી થી વધીને ૨૬૦ એમએલડી થવા પામેલ છે.
  • ભચાઉ ખાતે એક ૨૮૦ એમએલડી ક્ષમતાનું પંપીંગ સ્‍ટેશન તથા ૧.૨ કરોડ લીટર ક્ષમતાનો સંપ (ટાંકો) તેમજ ૯૧૪ મીલીમીટર વ્‍યાસની ૩૫ કીલોમીટર લાંબી પાઇપલાઇન ભચાઉથી વર્ષામેડી વચ્‍ચે અંદાજીત રૂ.૮૭ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે. તેના પરીણામે માળીયાથી પાણી ની વહન ક્ષમતા ૨૨૦ એમએલડી થી વધીને ૩૨૦ એમએલડી થયેલ છે.
  • આ યોજનાઓ સમયબધ્‍ધ રીતે પૂર્ણ કરીને નાગરિકોની સેવામાં માનનીય મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ હસ્‍તે તા. ૧૮ એપ્રીલ ૨૦૧૫ના રોજ લોકાર્પણ કરવામાં આવેલ છે.
  • લખપત અબડાસા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના :
    આ યોજના હેઠળ લખપત તાલુકાના ૮૬ ગામો તથા અબડાસા તાલુકાના ૧૪૭ ગામો ને કૂલ રૂ.૮૬ કરોડના ખર્ચે આવરી લેવામાં આવેલ છે. તેમાં ૪૫૦/૬૦૦ મીલીમીટર વ્‍યાસની ખીરસરાથી ગોધાતડ ડેમ સુધીની તથા ૬૦૦ મીલીમીટર વ્‍યાસની ૨૯.૫ કીમી ની મંગવાણાથી મોથાલા સુધીની ડીઆઇ પાઇપલાઇન, પંપહાઉસ, પંપીંગ મશીનરી તેમજ મોથાલા નજીક ૨૧ લાખ લીટર ક્ષમતાના પાણી શુધ્ધિકરણ પ્‍લાન્‍ટ નો સમાવેશ થાય છે. આ યોજનાથી લખપત અને અબડાસા તાલુકાની માનવવસ્‍તી તથા પશુધનની પાણીની જરૂરીયાતો પરીપૂર્ણ થવા અપેક્ષા છે.
  • બીદડા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના :
    આ યોજના હેઠળ રૂ.૯.૫ કરોડના ખર્ચે ૧૮ ગામોને આવરી લેવામાં આવેલ છે. તે હેઠળ ૩૫૦-૪૦૦ મીલીમીટર વ્‍યાસ ની વડવા પાણી શુધ્ધિકરણ પ્‍લાન્ટથી ભાડાઇ ગામ સુધીની ૨૧ કીમી લંબાઇની ડીઆઇ પાઇપલાઇન ના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ઉપરોકત સર્વગ્રાહી પ્રયત્‍નોથી કચ્‍છ જિલ્લાની પાણી ની જરૂરીયાતો પરીપૂર્ણ કરવા માટે સરકાર કૃતનીશ્‍ચયી છે.

કચ્છ જીલ્લો

ડાઉનલોડ

Related topics

નવા સમાચારો

Vibrant Gujarat Digital LockerChief Electoral OfficerGujarat Water Infrastructure Limited (GWIL)Water and Sanitation Management Organization (WASMO)Gandhijis 150th Birth Anniversary