gwssb

જાહેર આરોગ્ય ઈજનેર વર્ગ-૨ મંડળ દ્વારા ૪૦ મો વાર્ષિક મહોત્સવ તારીખ : ૧૨/૧૦/૨૦૧૬

જાહેર આરોગ્ય ઇજનેર વર્ગ-૨ મંડળ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર હોલ,ગાંધીનગર ખાતે ૪૦મો વાર્ષિક મહોત્સવ તારીખ:૧૨/૧૦/૨૦૧૬ ના રોજ ઉજવવામાં આવેલ.

મહોત્સવના અધ્યક્ષ તથા મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પાણી પુરવઠા બોર્ડના માન.સભ્ય સચિવશ્રી(GWSSB), મુખ્ય કારોબારી અધિકારીશ્રી(WASMO)તથા વહીવટી સંચાલક (GWIL) શ્રી તુષાર એમ ધોળકિયા ઉપસ્થિત રહેલ.

સદર મહોત્સવમાં અતિથિ વિશેષ તરીકે મુખ્ય ઇજનેર શ્રી રવિ સોલંકી, શ્રી એન.એમ.પટેલ, શ્રી બી.બી.પટેલ તથા શ્રી આર.એલ.પટેલ ઉપસ્થિત રહેલ.કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવેલ.

ગુજરાત પાણી પુરવઠા બોર્ડના માન.સભ્ય સચિવશ્રી(GWSSB), મુખ્ય કારોબારી અધિકારીશ્રી(WASMO)તથા વહીવટી સંચાલક (GWIL) શ્રી તુષાર એમ ધોળકિયા દ્વારા ઉપસ્થિત ઇજનેરોને પ્રેરક પ્રવચન આપી પ્રત્સાહીત કર્યા હતા.

આ મહોત્સવ સફ્ળ બનાવવા માટે મંડળના હોદ્દેદારો સર્વશ્રી ધીરેન્દ્ર કાલરીયા, ભાવિક રાઠોડ,કેતન ચૌધરી,ગોવિંદ પટેલ,કે.પી.સિંહ, કુ.એ.એસ.ભુવેલા તથા મંડળના સર્વે સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામા આવેલ.

જલસેવા તાલીમ સંસ્થાના સંયુકત નિયામક તથા અધિક્ષક ઇજનેરશ્રી ડી.જી.રામચંદાણી દ્વારા કચ્છ વિસ્તાની ભૌગોલીક પરિસ્થિતિનો અભ્યાસ કરીને રાજસ્થાન તરફથી કચ્છની ખાડીઓને ભળતી(અલિપ્ત) નદીઓના પાણીને રોકી મીઠા પાણીનો સંગ્રહ કરવાની "રણ સરોવરની કલ્પના” નામે લખવામાં આવેલ બુકનું વિમોચન માન.તુષાર એમ ધોળકિયા દ્વારા સર્વે મહાનુભાવો તથા મંડળના સભ્યોની ઉપસ્થિતમાં કરવમાં આવેલ.

આ મહોત્સવમાં પાણી પુરવઠા પ્રભાગના અધિક સચિવ તથા ચીફ જનરલ મેનેજર શ્રી રવિ સોલંકી દ્વારા પાણી પુરવઠા યોજનામાં ઓટોમાઇઝેશન તથા સ્કાડા સીસ્ટમની પરિકલ્પના રજુ કરેલ.

મુખ્ય ઇજનેરશ્રી એન.એમ.પટેલ તથા શ્રી બી.બી.પટેલ દ્વારા પ્રેરક ઉદ્દ્બોધન કરવામાં આવેલ.

છેલ્લા એક વર્ષમાં નિવૃત થયેલ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીઓનું માન.સભ્ય સચિવશ્રી,મુખ્ય ઇજનેરશ્રીઓ તથા મંડળના હોદ્દેદારો દ્વારા શાલ ઓઢાડી સન્માન પત્ર આપી તેઓની સેવાને બિરદાવવામાં આવેલ.

કાર્યક્રમના અંતીમ ચરણમાં અંતાક્ષ્રરી તથા ગીત સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમા સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ.

જાહેર આરોગ્ય ઇજનેર વર્ગ – ૨ મંડળ, કારોબારી સમિતિ, વર્ષ- ૨૦૧૫-૧૬

જાહેર આરોગ્ય ઇજનેર વર્ગ – ૨ મંડળ વર્ષ ૨૦૧૬-૧૭ માટેની નવી વરાયેલ કારોબારી સમિતિ

 
ક્રમ નામ હોદ્દો કચેરીનું સરનામું
શ્રી ધીરેન્દ્ર કાલરીયા પ્રમુખ જીજેટીઆઇ, સેક્ટર – ૧૫, ગાંધીનગર
શ્રીમતી સોનલ રાવલ મહામંત્રી જા.આ.સુ.પે.વિ., નં-૧, ગાંધીનગર
શ્રી ગોવિંદ પટેલ ખજાનચી એમ.એસ.કાર્યાલય, ગાંધીનગર
શ્રી કેતન ચૌધરી ઉપપ્રમુખ જીડબલ્યુઆઇએલ, ગાંધીનગર
શ્રી ભાવિક રાઠોડ સલાહકાર જા.આ.બા.વિભાગ, મોડાસા
શ્રી આર.આર.જૈન સહમંત્રી (ના.કા.ઇ.) ઝોન-ર, અમદાવાદ
શ્રી ધિરેન દરજી સહમંત્રી (મ.ઇ.) મોનીટરીંગ સેલ, બોર્ડ કચેરી, ગાંધીનગર
શ્રી વી. એસ. ચતુર્વેદી કારીબારી સભ્‍ય (ના.કા.ઇ.) બોર્ડ કચેરી, ગાંધીનગર
શ્રી ડી. વી. માંડવીવાલા કારોબારી સભ્‍ય (ના.કાઇ.) બોર્ડ કચેરી, ગાંધીનગર
૧૦ શ્રીમતિ કલ્‍પનાબેન રાણા કારોબારી સભ્‍ય (ના.કા.ઇ.) ઝોન-૧, વડોદરા
૧૧ શ્રી નિરજ જૈન કારોબારી સભ્‍ય (મ.ઇ.) ઝોન-૧, વડોદરા
૧૨ કુ. પ્રિતીબેન ચૌહાણ કારોબારી સભ્‍ય (ના.કા.ઇ.) ઝોન-ર, અમદાવાદ
૧૩ શ્રી અજય નગરીયા કારોબારી સભ્‍ય (મ.ઇ) ઝોન-ર, અમદાવાદ
૧૪ શ્રી મુકેશ પાવાગઢી કારોબારી સભ્‍ય (ના.કા.ઇ) ઝોન-૩, રાજકોટ
૧૫ શ્રી કેવિલ શાહ કારીબારો સભ્‍ય (મ.ઇ.) ઝોન-૩, રાજકોટ
૧૬ શ્રી આર. જે. શર્મા કારોબારી સભ્‍ય (ના.કા.ઇ) ઝોન-૪, ભુજ
૧૭ શ્રી બી. ડી. પ્રજાપતિ કારીબારો સભ્‍ય (મ.ઇ.) ઝોન-૪, ભુજ
૧૮ શ્રી એન.એન.અનડકટ કારોબારી સભ્‍ય (ના.કા.ઇ.) ઝોન-પ, જુનાગઢ
૧૯ શ્રી સાગર જોષી કારોબારી સભ્‍ય ( મ.ઇ.) ઝોન-પ, જુનાગઢ
૨૦ શ્રી બી. એમ. બુંબડીયા કારોબારી સભ્‍ય (ના.કા.ઇ.) વાસ્‍મો
૨૧ શ્રી એન. જે. પટેલ કારોબારી સભ્‍ય (ના.કા.ઇ.) ગુજરાત વોટર ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર લીમી.
ર૨ શ્રી કૈજીલ શાહ કારોબારી સભ્‍ય (મ.ઇ.) ગુજરાત વોટર ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર લીમી.
 
 Downloads

Related topics

નવા સમાચારો

Vibrant Gujarat Digital LockerChief Electoral OfficerGujarat Water Infrastructure Limited (GWIL)Water and Sanitation Management Organization (WASMO)Gandhijis 150th Birth Anniversary