ગુજરાત રાજ્યમાં, સને ૧૯૭૯ના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એકટ, ક્રમાંક ૧૮ થી, રાજ્યમાં ઝડપી વિકાસ અને પાણી પૂરવઠા તથા ભૂગર્ભ ગટર સેવાઓ ના યોગ્ય નિયમન અર્થે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની સ્થાપના કરવામાં આવેલ છે. આ બોર્ડ, રાજ્યમાં સાતત્યપૂર્ણ પાણી પૂરવઠા તથા ભૂગર્ભ ગટર સેવાઓ થકી મૂળભૂત સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના માપદંડો હાંસલ કરી, તે દ્વારા સમાજમાં સામાજીક-આર્થિક વિકાસ, કોમી સંવાદીતા અને શાંતી તરફ દોરી જવા પ્રતિબધ્ધ છે.
GWSSB